એથ્લેટિક્સ નેશનલ ઓપન રિલે મિક્સ અંડર-૨૦ રાષ્ટ્રીય ચેમ્પયનશિપનું આયોજન ૨૬થી ૨૯ માર્ચ દરમિયાન ચંડીગઢમાં થયું હતું. તેમાં વિવિધ રાજયોમાંથી બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતમાંથી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા જિલ્લાકક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલના (ડ્ઢન્જીજી) ખેલાડી નકુમ માર્ગીબેન એ ૪×૪૦૦ મીટર રિલેમાં કાંસ્ય પદક મેળવ્યો હતો. નકુમ માર્ગીનું સંસ્થાના મેનેજેમેન્ટ વતી સ્વાગત-અભિવાદન કરવામાં આવેલ હતું. આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડી, કોચ વ્યાસ મિલનભાઈ અને ટ્રેનર બાંભણીયા પૂજાબેન અને પાટડીયા વૈશાલીબેનને અભિનંદન પાઠવ્યા હતા.