બગસરાના મોટા મુંજીયાસર ગામે આડાસંબંધ અને દેવાના કારણે યુવકે ઝેરી દવા પીધી હતી.સારવાર દરમિયાન યુવકે દમ તોડ્‌યો હતો. આ અંગે જયાબેન ભનુભાઈ મહેતા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, ધવલ ભનુભાઈ રાઠોડ (ઉ.વ.૨૨)ને એક મહિલા સાથે આડા સબંધ હતા. તેમજ તેના પર દેવુ થઇ ગયું હતું. જેથી મનમાં લાગી આવતાં દવા પી જતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ એન વાળા વધુ તપાસ કરી રહ્યા છે.