અમદાવાદ શહેરમાં એએમસી બસમાં મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી કિંમતી સામાન અને રોકડની ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેવી ઘટના સામે આવી છે. થલતેજના ગુલાબ ટાવર રોડ પર રહેતા અને કાલુપુર ચોખા બજારમાં શ્રોફની પેઢી ધરાવતા ૬૦ વર્ષીય કમિશન એજન્ટ બપોરે સવા ત્રણેક વાગ્યે સત્તાધારથી એએમસી બસમાં બેસીને ચોખા બજાર હનુમાનજી મંદિર પાસે આવેલા બસ સ્ટોપ પર ઉતરતા હતા, ત્યારે કોઈ અજાણ્યા શખસે તેમની કાપડની થેલીને બ્લેડથી ફાડી અંદર મુકેલા રૂ.૨ લાખ રોકડા સેરવી લીધા હતા. આ મામલે દરિયાપુર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નકશા જુઓ
થલતેજ ખાતે સાગર બંગ્લોઝમાં રહેતા ૬૦ વર્ષીય વિનોદકુમાર કંસારા કાલુપુર ચોખા બજાર Âસ્થત કબૂતરખાના કોમ્પ્લેક્સમાં ‘મેક્ષ કોર્પોરેશન’ નામે શ્રોફની પેઢી ચલાવી ડીડી તેમજ બેન્કિંગ કમિશનનું કામ કરે છે. તાજેતરમાં તેમણે કમરમાં થાપાના ભાગે ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ વાહન ચલાવી શકતા ન હોવાથી ઓફિસે જવા-આવવા છસ્્જી બસનો ઉપયોગ કરતા હતા.
તારીખ ૨૨ ઓક્ટોબરના રોજ બપોરે તેઓ પોતાના ઘરેથી પેઢીના વહીવટ માટે કાપડની સાદી થેલીમાં પાણીની બોટલ, ચશ્મા અને રોકડા રૂ. ૨ લાખ લઈને સત્તાધાર બસ સ્ટોપથી બસમાં બેઠા હતા. બપોરે આશરે સવા ત્રણ વાગ્યે બસ કાલુપુર ચોખા બજાર પહોંચતાં તેઓ ઉતરવા માટે આગળના દરવાજા પાસે ઊભા રહ્યા હતા. દરવાજા પાસે ભીડમાં કોઈએ થેલી ખેંચી હોવાનો અહેસાસ થતાં તેમણે નીચે ઉતરીને જાતાં થેલી બ્લેડથી કપાયેલી હતી અને રોકડ ગાયબ હતી. બસ ઊભી રખાવી તપાસ કરવા છતાં કોઈ પત્તો ન મળતાં અને પોતે ગભરાઈ જતાં તેઓ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ મિત્ર સાથે ચર્ચા કરીને તેમણે મોડી સાંજે દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. દરિયાપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






































