અમરેલી જિલ્લાની બે પરિણીતાને સાસરિયાએ જાનથી મારવાની ધમકી આપી હતી. ધારીના પ્રેમપરામાં રહેતા શ્રધ્ધાબેન ભાવીનભાઈ સિધ્ધપુરા (ઉ.વ.૨૯)એ પતિ ભાવીનભાઈ મનસુખભાઈ સિધ્ધપુરા, મનસુખભાઈ બટુકબાઈ સિધ્ધપુરા તથા ભાવનાબેન મનસુખભાઈ સિધ્ધપુરા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને નાની-નાની વાતોમાં ઝઘડા કરી મેણા ટોણા માર્યા હતા. તેમજ જેમ ફાવે તેમ ગાળો બોલી શારીરિક માનસિક દુખત્રાસ આપ્યો હતો. તેમજ મુંઢ માર મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. બીજા બનાવમાં હાલ અમરેલીના હરીપુરામાં રહેતા રૂષાકેબન અશોકભાઈ પાદરીયા (ઉ.વ.૩૦)એ ઢસા મુકામે રહેતા પતિ સંદિપભાઇ અશોકભાઇ ઢાકેચા, સાસુ લાભુબેન અશોકભાઇ ઢાકેચા, મોટા નણંદ વૈશાલીબેન સુરેશભાઇ સરધારા તથા
નાના નણંદ જીજ્ઞાસાબેન બ્રિજેનભાઇ માલવીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, પતિ સહિતના સાસરિયાએ ઘરકામ તેમજ કરિયાવર મુદ્દે મેણાટોણા માર્યા હતા. તેમજ શારીરિક માનસિક દુખત્રાસ આપ્યો હતો. પતિએ ગાળો બોલી ઢીકાપાટુનો મુંઢ માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી.