શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ચાલતા ઇનોવેશન ક્લબ અંતર્ગત ‘સારથી એક્ટિવિટી સ્ટેજ ૦૨’ અન્વયે “ફાઇનાન્સિયલ સપોર્ટ ફોર અર્લી સ્ટેજ એન્ટરપ્રેન્યોર્સ” વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંકલન ઇનોવેશન ક્લબ કોઓર્ડીનેટર ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં એસ.બી.આઇ. લીડ બેંક મેનેજર પિયુષભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નવું ધંધાકીય સાહસ શરૂ કરવા માટે બેંક દ્વારા મળતા ફાઇનાન્સિયલ સપોર્ટ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, ડીસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટરમાંથી હમરાજભાઈ જેતપુરા તથા સાગરભાઇ અમરેલીયાએ સરકાર દ્વારા એન્ટરપ્રેન્યોર્સ માટે ઉપલબ્ધ વિવિધ નાણાકીય સહાય યોજનાઓ વિશે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી, જેમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીને ઇનામ આપવામાં આવ્યું હતું. આ તકે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફિણવીયા, સિનિયર પ્રા. ડો. એ. જી. પટેલ, ડો. એમ. એમ. પટેલ અને પ્રો. જે. એમ. તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા.








































