ગ્રામ સેવા કેન્દ્ર અને લોકશાળા ખડસલી ભૂતપૂર્વ વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ ૨૯ અને ૩૦ જાન્યુઆરીના રોજ લોકશાળાના ઢોરે એક ભવ્ય ‘આત્મીય સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.બે દિવસીય આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉમટી પડી પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. લોકશાળાના વર્તમાન વિદ્યાર્થીઓએ આકર્ષક મેદાની રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ
આભાર – નિહારીકા રવિયા કર્યા હતા. મોરારી બાપુએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવતા વિકાસ અર્થે રૂ. ૧ લાખનું યોગદાન અર્પણ કર્યું હતું અને આગામી સ્નેહ સંમેલનમાં પણ ઉપસ્થિત રહેવાની જાહેરાત કરી હતી.








































