ઉનાળુ મગફળી: જાતની પસંદગી:જીજી-૨, જીજી-૪, જીજી-૬, જીજેજી-૩૧, ટીજી-૨૬, ટીજી-૩૭ એ, ટીપીજી-૪૧, જીજી-૩૪
બાજરીઃ
• ઉનાળુઃ મધ્યમથી મોડી પાકતીઃ જીએચબી-પપ૮, ૭૩ર
• વહેલી પાકતીઃ જીએચબી-પ૩૮
• પૂર્વ રબીઃ જીએચબી-પ૩૮
પાછોતરી માવજતોનું મહત્વ: એકમ વિસ્તારમાંથી મહત્તમ પાક ઉત્પાદન મેળવવા માટે ખાતર, પાણી, સુધારેલ બીજ, જમીન વ્યવસ્થા, પાક સંરક્ષણના ઉપાયો વગેરે સમયે દરેક ખેતીપાકને પૂરતી માવજત આપવી જરૂરી છે એટલું જ નહીં, પરંતુ પાકનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે પાકના વાવેતર બાદ ખાસ પ્રકારની માવજત આપવી પડે છે. ”પાકના વાવેતર બાદથી કાપણી કરતાં પહેલાં સુધી પાકનું સફળ અને મહત્તમ ઉત્પાદન મેળવવા માટે આપવામાં આવતી દરેક માવજતોને પાછલી માવજત કહે છે. આવી માવજતો સમયસર અને ભલામણ પ્રમાણે ન કરવામાં આવે તો પાકના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.
જીરુંઃ- જીરાના પાકને ર૦૦-રપ૦ મિ.લિ. પાણીની જરૂર પડે છે. જીરાના પાકનું પિયત એ જોખમી પાસુ છે જેથી વાદળછાયું અને ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે કોઈપણ સંજોગોમાં પિયત ન આપવું. જીરાને ધીમે ધીમે હલકા પિયત આપવા. વિસ્તાર અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે પાકને પિયતની જરૂરીયાત જુદી જુદી રહે છે. સામાન્ય રીતે આ પાકને પ થી ૬ પિયત આપવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. ત્રીજું પિયત ૩૦ થી ૩પ દિવસે નિંદામણ અને પુરતીખાતર આપ્યા બાદ આપવું. ચોથું પિયત વાવણી બાદ ૪પ થી પ૦ દિવસે આપવું. છેલ્લા બે પિયત જમીનના પ્રકાર અને હવામાનના આધારે આપવા.
ચણા :- પિયત અથવા મર્યાદિત પિયત હેઠળ વાવેતર કરેલ ચણાના પાકને બે થી ત્રણ પિયત આપવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. જો ત્રણ પિયત આપી શકાય તેમ હોય તો પ્રથમ પિયત ડાળી ફૂટતી વખતે, બીજું પિયત ફુલ બેસતી વખતે અને ત્રીજું પિયત પોપટા બેસતી વખતે આપવું. જો બે પિયત આપી શકાય તેમ હોય તો પ્રથમ પિયત ડાળી ફૂટવાની અવસ્થાએ અને બીજું પિયત પોપટા બેસવાની અવસ્થાએ આપવું.
લસણઃ- લસણના પાકના મૂળ છીછરા અને પાતળા તંતુમૂળ હોય છે. જમીનની ઉપરની સપાટીમાં ભેજ ઓછો થાય એટલે તેની
વૃધ્ધિ ઉપર અસર જોવા મળે છે આથી લસણના પાકને હલકાં પરંતુ વધારે પિયતની જરૂર રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં લસણના પાકને પ સે.મી. ઉંડાઈના ૧૪ પિયત આપવાની ભલામણ છે. ચોથાથી અગિયારમાં પિયત સુધી ૭ થી ૮ દિવસે પિયત આપવું. બાકીના પિયત ૮ થી ૧૦ દિવસના ગાળે આપવા. પાછલી અવસ્થા એટલે કે વાવેતરના ૭૦ દિવસ બાદ બે પિયત વચ્ચેનું અંતર વધારવું જોઈએ જેથી લસણની ગાંઠો બંધાયા બાદ કળીઓ ફુટી / ઉગી જાય છે તેનું પ્રમાણ ઘટાડી શકાય.
ખેત પેદાશોનું વર્ગીકરણ (ગ્રેડિંગ) અને સ્ટાન્ડરડાઈઝેશનઃ- ખેત પેદાશોને અનુલક્ષીને ગ્રેડિંગનાં ધારા-ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જો ખેડૂતો આ ધારા-ધોરણોના આધારે ગ્રેડિંગ કરે તો વધુ ભાવ મેળવી શકે છે. હાલમાં ખેડૂતોના ખેતર અને ગ્રામ્યસ્તરે જ કૃષિ પેદાશોનું ગ્રેડિંગ અને સ્ટાન્ડરડાઈઝેશનની સુવિધા વધારવાની જરૂર છે જેથી
કૃષિ પેદાશોનો બગાડ ઓછો થાય અને ગુણવત્તા પણ સુધરે અને તેના વધુ ભાવ મળી શકે.
ખેત પેદાશોનું પેકેજીંગઃ- પેકેજીંગ એ કૃષિ પાકોના માર્કેટિંગનું પ્રથમ પગથિયું છે. સારું પેકિંગ હોવાથી ગ્રાહકોનું આકર્ષણ વધે છે. આજના આધુનિક યુગમાં ગ્રાહકો દ્વારા સારું પેકેજીંગ હોય તેવી વસ્તુને જલ્દી પસંદ કરવામાં આવે છે. પેદાશોનું યોગ્ય પેકિંગ ન હોય તો બગાડ થાય છે અને સાથે સાથે ગુણવત્તા પણ ઘટે છે. આમ જો સારું પેકિંગ હોય તો ખેડૂતો ગ્રાહકોને જલ્દી આકર્ષી શકે છે અને ભાવ પણ વધુ મેળવી શકે છે.
સંગ્રહઃ- સામાન્ય રીતે કાપણી બાદ ખેત પેદાશોના ભાવ નીચા જતા રહેતા હોય છે એવું ઘણીવાર બને છે. બજારમાં માંગ કરતા પુરવઠો વધતા આવું થતું હોય છે. જો ખેડૂતો પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવવા માંગતા હોય તો ખેત પેદાશોનો યોગ્ય સંગહ કરવો જરૂરી છે. જેથી જ્યારે બજારમાં યોગ્ય ભાવ મળે ત્યારે ખેત પેદાશોનું વેચાણ કરી શકાય. આથી સંગ્રહ દરમિયાન બગાડ ન થાય એની કાળજી રાખવી અને સંગ્રહની વૈજ્ઞાનિક પધ્ધતિનો અમલ કરવો જોઈએ તેમજ સરકાર દ્વારા અમલમાં મુકેલ સંગ્રહને લગતી વિવિધ યોજનાઓનો પણ લાભ લેવો જોઈએ. પાક ઉત્પાદનની
શૃંખલા જાળવવા, ઉત્પાદન જાળવી રાખવા, માતૃ-પિતૃ બીજ જાળવવા તેમજ બ્રિડિંગ મટીરિયલને સાચવવા યોગ્ય બીજ સંગ્રહ કરવો જરૂરી છે. દેહધાર્મિક પરિપક્વતાથી કાપણી અને ત્યારબાદ વાવણી સુધીના સમયગાળામાં ઊંચી સ્ફુરણશક્તિ અને જુસ્સો જાળવવા એ બીજ સંગ્રહનો મુખ્ય હેતું છે.
નાળિયેરી:- ૧. બોરોન (Boron)ની ખામી જે મુખ્ય કારણ છે, તેનાથી નવી કળી નબળી પડે છે અને ટોચથી સૂકાવાનું શરૂ થાય છે, પાન પર પીળા પટ્ટા બને છે અને બાદમાં કથ્થઈ (Boron) કલરના થાય છે.
૨. ફૂગજન્ય રોગ (Early Leaf Blight) પાંદડા પર નાના કાળા-ભૂરા ટપકા પડે છે અને પાનની ધાર કાળી થાય છે. જે શરૂઆતની ફૂગ અસર હોવાનું દેખાઈ રહ્યું છે.
બોરોનની ઉણપ દૂર કરવા નિવારણ:- બોરોનની ખામીની સારવાર સૌથી અગત્યની છે. જમીનમાં Broax અગત્યની છે જમીનમાં Broax દરેક છોડમાં ૨૫–૪૦ ગ્રામ છોડથી ૧૦–૧૫ સેમી દૂર નાખવું. ત્યાર બાદ તરત સિંચાઈ કરવી જે વધુ અસરકારક છે. પાન ઉપર ૦.૨% બોરિક એસિડ સ્પે ગ્રામ/લિટર) ૧૫ દિવસમાં ૨ વાર કરવો જે નવા પાનને ફરીથી સ્વસ્થ બનાવશે. MgS0, (એપ્સમ સોલ્ટ) ૧૦૦–૧૫૦ ગ્રામ અને યુરિયા ૫૦–૭૫ ગ્રામ એકવાર નાખો ત્યારબાદ ૨૫ દિવસ પછી ફરી ૧ વાર આપવું
ફૂગજન્ય રોગ માટે નિવારણ:- કોપર આૅક્સીક્લોરાઈડ (COC) ૩ ગ્રામ/લિટર સ્પ્રે અથવા મેન્કોઝેબ ૩ ગ્રામ/લિટર ૧૦–૧૨ દિવસના અંતરે ૨ છંટકાવ કરવા તે ઉપરાંત છોડની આજુબાજુ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી નહીં તો મૂળ નબળા પડશે.
ગીર સાવજ ટ્રાઈકોડર્મા જમીનજન્ય ફૂગથી થતા સુકારા રોગના નિયંત્રણ માટે ઉપયોગી છે. તેનું વેચાણ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે.
ખેત પાકોમાં ઉધઈનું નિયંત્રણ:- ૧. ઉપદ્રવ વધુ રહેતો હોય તેવા ખેતરોમાં લીલા પડવાસના પાકો લેવા નહિ તેમજ કાચું દેશી ખાતર વાપરવું નહિ. કાપણી બાદ પાકના જળીયાનો તુરંત સંપૂર્ણ પણે નિકાલ કરવો.
ર. ઉપદ્રવીત ખેતરમાં કવીનાલફોસ ૧.પ ટકા ભૂકી હેકટર દિઠ રપ થી ૩૦ કિ.ગ્રા. પ્રમાણમાં પાક વાવતા પહેલા જમીનમાં ભેળવી દેવી.
૩. દવા આપવાની કાર્યવાહી થઈ શકી ન હોય અને ઉધઈનો ઉપદ્રવ જોવા મળે તો પાકમાં ખાતર તરીકે દિવેલી, લીંબોળી કે કણજીનાં ખોળનો ઉપયોગ કરવો.
૪.ઘઉંના બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજ દિઠ ૪.પ મિ.લિ. કલોરપારીફોસ દવાનો પટ આપીને વાવેતર કરવું.
પ.શેરડીનાં વાવેતર માટેનાં ટુકડાઓને મેલાથીયોન ૧% અથવા કલોરપાયરીફોસ ૦.૧% ના દ્રાવણમાં ૧૦ મિનિટ બોળી રાખ્યા બાદ વાવેતરના ઉપયોગમાં લેવા.
૬. મગફળીના બીજને કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. દવા ૧ર.પ મિ.લિ. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ મુજબ માવજત આપી વાવેતર કરવું.
૭. ઉભા પાકમાં શકય હોય ત્યાં સુધી પિયત આપવાનું મોડું કરવું નહી અને છતાં પણ ઉધઈનો ઉપદ્રવ વધુ જણાય તો પિયતના પાણી સાથે કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. દવા ર.પ લિટર પ્રતિ હેકટર પ્રમાણે આપવું.
(ક) ફળ-ઝાડ તથા સુશોભન વૃક્ષોમાં ઉધઈનું નિયંત્રણ:- ૧.ફળ-ઝાડની વાડીઓમાં તથા સુશોભન વૃક્ષોમાં ઉધઈ થડ ઉપર માટીનાં પોપડા બાંધી ઝાડને નુકસાન કરે છે. આનાથી રક્ષણ મેળવવા માટે છોડનાં થડ ઉપર જમીનથી ૧.પ ફુટ ઉંચાઈ સુધી થડની ફરતે કેરોસીનમાં ઓગાળેલ કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. દવા ૦.૧% નું દ્રાવણ પંપથી છાંટવું.
ડિજિટલ બજાર:- ભારત સરકારે ખેડૂતો માટે e-NAM (નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ)થી ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ શરુ કરેલ છે, જે સમગ્ર ભારતમાં ખેડૂતો માટે હાલની APMC મંડીઓ વચ્ચે નેટવર્ક પ્રસ્થાપિત કરે છે. તેનો મુખ્ય ઉદેશ કૃષિ બજારમાં સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાથી ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચેની સરળતા વધશે તથા ખેડૂતને તેની પેદાશનો પ્રવર્તમાન ભાવ પણ મળી રહેશે તેમજ ડિજિટલ બજાર ખેડૂતોને સાધનો ભાડે આપવા, સ્થાનિક ગ્રાહકો સાથે જોડાવા અથવા શ્રેષ્ઠ વીમા માટે એકસાથે જોડવાની આદર્શ રચના રૂપે કામ કરશે. સ્માર્ટ ખેતી તકનીકો ક્રોપ સેન્સર, ફાર્મ મેપિંગ અને એરિયલ ડ્રોનનો ઉપયોગ કરીને ઉત્પાદનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે તેમજ પોષક ઉત્પાદનોના મૂલ્યને વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.












































