હાઈકોર્ટે રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ મુક્યો છે. જેથી પોલીસે ચાઈનીઝ દોરી વેચનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે તંત્ર લાલઘૂમ થયું છે.અમરેલી જિલ્લાના લીલીયા શહેરની મુખ્ય નાવલી બજારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લીલીયા પોલીસને બાતમી મળી હતી કે નાવલી બજારમાં કેટલાક શખ્સો દ્વારા છૂપી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.બાતમીના આધારે પોલીસે નાવલી બજારના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ચાઈનીઝ દોરીની રીલ (ફિરકીઓ) મળી આવી હતી. પોલીસે આ જથ્થો જપ્ત કરી જવાબદાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









































