સાવરકુંડલામાં સંધી ચોકમાં રહેતા મહમદ ઉર્ફે મમુ ઉમરભાઈ ઝાખરાના રહેણાંક મકાનેથી પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની ૮૦ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. ૨૭૧૨૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. અમદાવાદના નિકોલમાં રહેતો પુરુષ વડીયાના સુરગપરામાંથી કેફી પીણું પીધેલી હાલતમાં ફરતો મળી આવ્યો હતો. આ સિવાય પણ અન્ય ત્રણ ઇસમો પણ નશાની હાલતમાં ફરતા પકડાયા હતા.