ખાંભાના ખડાધાર ગામે સીમ વિસ્તારમાં કામ કરતી મહિલાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જયાબેન નાજાભાઈ જેઠવા (ઉ.વ.૪૫)એ મજબૂતસિંહ કનકસિંહ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ ખેતીની જમીનમાં કામ કરતા હતા ત્યારે આરોપીએ તેમની પાસે આવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.







































