અમરેલીની આગવી ઓળખ ધરાવતા સરદાર સર્કલનું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સર્કલનું લોકાર્પણ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડાના કોઠારી સંત પૂ. અધ્યાત્મ સ્વરૂપ સ્વામી, સાંસદ ભરતભાઈ સુતરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી, નગરપાલિકા પ્રમુખ, માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, અમરેલી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, નગરપાલિકા ચીફ ઓફિસર વી.સી. રાઠોડ, અન્ય સંતો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીમાં ગાંધીબાગના નવીનીકરણ બાદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ વધુ એક ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા મંદિરની કૃતિની ઝાંખી કરાવતું સરદાર સર્કલ ભેટમાં આપ્યું છે.










































