લીલીયાના ખારા ગામથી ગુંદરણ ગામ તરફ જતા રોડ ઉપરથી પોલીસે પાંચ જુગારીને ઝડપીને ૪૨૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કરશનભાઇ ઘોહાભાઇ મુંધવા, જયસુખભાઇ મનુભાઇ મકવાણા, ભરતભાઇ ખીમજીભાઇ રાઠોડ, મગનભાઇ પોપટભાઇ સોહલીયા, અરવિંદભાઇ જગદીશભાઇ વાઘેલા જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાનો તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા રેઇડ દરમ્યાન રોકડા રૂ.૪૨૪૦ સાથે ઝડપાયા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.









































