સાવરકુંડલાના ખડસલી ગામે પ્રૌઢે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ચેતનભાઈ છગનભાઈ માલાણી (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, દિલીપભાઈ કેશુભાઈ માલાણી (ઉ.વ.૫૩) નવસારીમાં રહીને હીરાનું કામ કરતા હતા. કોઈ અગમ્ય કારણોસર તેમણે ખડસલી ગામે પોતાના ઘરે ઓસરીના ભાગે છતમાં ડ્રીપ ઇરિગેશનની પ્લાસ્ટિકની પાઇપ વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.એ. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.









































