સાવરકુંડલામાં કોર્ટમાં જુબાની આપ્યાના મનદુઃખમાં જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ભરતભાઇ જગુભાઇ ગીડા (ઉ.વ.૩૩) એ જૂનાગઢના મેંદરડા તાલુકાના અમરગઢ ગામે રહેતા પ્રતાપભાઇ હરસુરભાઇ ગીડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના કુટુંબી કાકા પ્રતાપભાઇએ કાનાતળાવ ગામે રહેતા અનીલભાઇ રાદડીયાનું ૨૦૧૯ ની સાલમાં અપહરણ કર્યું હતું. જેથી તેમના કાકા વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો.જ્યારે અનીલભાઇનું અપહરણ થયું, ત્યારે અનીલભાઇ તેમની ફોરવ્હીલ ગાડી લઇને ગયા હતા. આ બાબતે તેમણે કોર્ટમાં પોતાના કાકા પ્રતાપભાઇ વિરૂધ્ધ જુબાની
આપી હતી. જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ ફોન ઉપર જેમ ફાવે તેમ બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.