વેરાવળ બાર એસોસિએશને નેશનલ લોક અદાલતનો બહિષ્કાર કર્યો છે. વકીલોએ દારૂ, જુગાર અને અન્ય કેસોમાં નિયમ વિરુધ્ધ કબૂલાત નોંધવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીથી દૂર રહ્યા હતા. બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ સૂર્યકાન્ત સવાણીએ જણાવ્યું કે, ૮ જુલાઈએ યોજાયેલી જનરલ મીટિંગમાં સર્વાનુમતે બહિષ્કારનો ઠરાવ પસાર કરાયો હતો. આ નિર્ણય મુજબ, બાર એસોસિએશનનો કોઈ પણ સભ્ય લોક અદાલતમાં હાજર રહેશે નહીં કે વકીલાતનામું રજૂ કરશે નહીં.










































