અમદાવાદમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા વાડજ જંકશન પર રૂ.૧૨૭.૯૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફ્લાયઓવર અને મકરબા ખાતે રૂ.૯૮.૬૦ કરોડના ખર્ચે નિર્મિત રેલવે ઓવરબ્રિજનું આજે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ બંને બ્રિજ કાર્યરત થવાથી શહેરના લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. વાડજ ફ્લાયઓવર શરૂ થવાથી અંદાજે ૨ લાખ લોકોને, જ્યારે મકરબા બ્રિજથી ૧.૫ લાખ વાહનચાલકોને ફાયદો થશે. આ સાથે, મુખ્યમંત્રી છસ્ઝ્રના રૂ.૫૮૩.૮૫ કરોડના વિકાસકામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
વાડજ જંકશન પરનો ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી રોજના આશરે ૨ લાખ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી છે. આ બ્રિજ વાય-શેપમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેના મુખ્ય બે છેડા અખબારનગર અને ગાંધીઆશ્રમ તરફ ઉતરે છે. અંદાજે ૭૩૫ મીટર લાંબો ફોરલેન ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા અને શાહીબાગ તરફ અવરજવર કરતા વાહનચાલકોને સુવિધા મળશે.
બીજી તરફ, મકરબા રેલવે ઓવરબ્રિજની કુલ લંબાઈ કોર્પોરેટ રોડથી મકરબા તરફ ૬૫૬.૨૪ મીટર છે. જેમાં કેરેજ-વેની પહોળાઈ ૭.૫૦ વત્તા ૭.૫૦ મીટર એપ્રોચ પોર્શન અને ૧૦.૫૦ વત્તા ૧૦.૫૦ મીટર રેલવે પોર્શન છે. આ બ્રિજના નિર્માણમાં પી. એસ.સી. ગર્ડર, આર.સી.સી. ડેક સ્લેબ અને આર.સી.સી. સોલિડ સ્લેબનો સમાવેશ થાય છે. આ રેલવેઓવરબ્રિજ બનવાથી એલ.સી. ૨૪ ફાટક ? એલિમિનેટ થશે. તે અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ અને એસ.જી. હાઈવેની કનેકટીવિટી પૂરી પાડશે, જેના કારણે મકરબા, ક સરખેજ અને કોર્પોરેટ રોડ જેવા વિસ્તારોને લાભ મળશે. આ બ્રિજથી શહેરના આશરે કુલ ૧.૫૦ લાખ વાહનચાલકોને ફાયદો થવાનો અંદાજ છે.






































