ચલાલા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી અને સ્થળ પર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, હિંમતભાઈ ડોંગા અને પ્રકાશભાઈ કારિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પ્રાંત અધિકારી, મામલતદાર કચેરી, પુરવઠા વિભાગ, આંગણવાડી વિભાગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ચલાલા પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી.સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓને જરૂરી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે સ્થળ પર જ કામગીરી કરવામાં આવી હતી.



































