સામાન્ય કૃષિ સલાહ (તમામ પાકો માટે)
૧) નિંદામણ નિયંત્રણઃ વરસાદના વિરામ દરમિયાન વરાપ થતાં જ આંતરખેડ અને નિંદામણ કરવું.જેથી મુખ્ય પાકને પોષકતત્વો મળી રહે.
૨)જીવનરક્ષક પિયત (Life-saving Irrigation) જ્યાં વરસાદ લાંબા સમયથી ખેંચાયો છે અને મગફળી કે કપાસમાં ફૂલ/સુયારા બેસવાની કટોકટીની અવસ્થા છે, ત્યાં કૂવા કે કેનાલના પાણીથી સ્પ્રિંકલર દ્વારા ટૂંકું પિયત આપવું અમૃત સમાન સાબિત થશે.
૩) પાણીનો નિકાલઃ
ભારે વરસાદવાળા વિસ્તારોમાં ખેતરમાંથી વધારાનું પાણી બહાર કાઢવાના નાળા સાફ રાખો. મૂળમાં પાણી ભરાઈ રહેવાથી મૂળનો સડો અને ઉગસુખ (Wilt) નો રોગ આવે છે.
૪) પર્ણ-છંટકાવ (Foliar Spray): જમીનમાં વધુ પડતો ભેજ હોય અથવા સાવ સૂકી હોય ત્યારે રાસાયણિક ખાતરો જમીનમાં સીધા આપવાનું ટાળો. તેના બદલે પાકની નબળાઈ દૂર કરવા૧% થી ૨% યુરિયા અથવા ૧૯ઃ૧૯ઃ૧૯ દ્રાવ્ય ખાતરનો પાન પર છંટકાવ કરવો વધુ ફાયદાકારક છે.
૫) ચૂસિયા જીવાતો માટે (સફેદ માખી, થ્રિપ્સ, મશી) ૧૫ લીટર પાણીના પંપમાં લીંબોળીનું તેલ (Neem Oil) અને થોડા પ્રમાણમાં કપડાં ધોવાનો પાવડર મિક્સ કરીને છાંટવો. અથવા દસપર્ણી અર્કનો છંટકાવ કરી શકાય છે.વર્ટિસિલિયમ લેકાની શાકભાજી અને કપાસમાં આવતી મોલો-મશી, થ્રિપ્સ અને સફેદ માખી જેવા ચૂસિયા જીવાતોના પાછળના ભાગમાં રોગ પેદા કરીને તેનો સફાયો કરે છે.
૬) ઈયળોના નિયંત્રણ માટેઃશરૂઆતના સ્ટેજમાં બીવેરીયા બેસીઆના (Beauveria bassiana) અથવા બી.ટી.(Bt) પાવડર મિક્સ કરીને સાંજના સમયે છાંટવો.
૭) ફૂગજન્ય રોગો માટે (ટપકાં, સુકારો)ઃ૧૫ લીટર પાણીમાં ખાટી છાસ અને થોડી હળદર મિક્સ કરીને છાંટવી, જે ઉત્તમ દેશી ફૂગનાશક છે.
૮)સફેદધૈણ / મુંડા / ડોળ / નિયંત્રણઃ મેટારીઝીયમએનિસોપ્લી (Metarhizium anisopliae) અથવા
૯) બીવેરિયા બેસિઆના (Beauveria bassiana): આ એક ખાસ મિત્ર ફૂગ છે જે જમીનમાં રહેલા સફેદ મુંડાના શરીર પર રોગ પેદા કરીને તેને મારી નાખે છે.
૧૦) વાપરવાની રીતઃ ૧ એકર ખેતર માટે ૧ થી ૨ કિલો પાવડરને આશરે ૧૦૦ કિલો સારી રીતે સડેલા છાણિયા ખાતરમાં અથવા એરંડીના ખોળમાં મિક્સ કરો. આ મિશ્રણને સાંજના સમયે ભેજવાળી જમીનમાં (મૂળ પાસે) વિખેરી દેવું અને હળવું પિયત આપવું.
૧૧) ૯) કાચું ખાતર ક્યારેય ન વાપરવુંઃ ખેતરમાં ક્યારેય અડધું સડેલું (કાચું) છાણિયું ખાતર ન નાખવું, કારણ કે સફેદ ઘૈણ/મુંડા હંમેશા કાચા ખાતરમાં જ ઈંડા મૂકે છે અને ત્યાંથી જ તેનો ઉપદ્રવ શરૂ થાય છે.











































