વડિયાના બરવાળા બાવળ ગામે રહેતી પરિણીતાને પતિ અને સાસુએ ‘અમારે તું જોઈતી નથી’ તેમ કહી ઘરેથી કાઢી મૂકી હતી. બનાવ અંગે હાલ બરવાળા બાવળ ગામે રહેતાં પીનલબેન બાબુભાઈ પરમાર (ઉં.વ.૨૭)એ ગોંડલના હડમતાળા ગામે રહેતા પતિ રાજેશભાઈ (ઉર્ફે કિશનભાઈ) પોપટભાઈ રાણગા તથા સાસુ હકીબેન પોપટભાઈ રાણગા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, પતિ રાજેશભાઈ તથા સાસુ હકીબેને લગ્નજીવન દરમિયાન પીનલબેનને શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપ્યો હતો. તેમજ નાની-નાની બાબતે મેણાં-ટોણાં મારી ‘અમારે તું જોઈતી નથી’ તેમ કહી આજથી એકાદ વર્ષ પહેલાં ઘરેથી કાઢી મૂક્યાં હતાં અને આજદિન સુધી તેડવા આવ્યા નહોતા. આ અંગે વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ. એલ. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.