રાજુલા તાલુકાના વિક્ટર ગામે ‘પોષણ આંગણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં રાજુલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન કમલેશભાઈ મકવાણા તથા વિક્ટર ગામના સરપંચ પરિતાબેન મહેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. સગર્ભા માતાઓને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતૃશક્તિ અને કુપોષિત બાળકો માટે બાલભોગનું આયોજન કરાયું હતું. પોષણને લગતી વિવિધ વાનગીઓની સ્પર્ધા સહિતની હરીફાઈઓ યોજાઈ હતી. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, તેડાગર, આશા વર્કર બહેનો તેમજ બંને ઘટકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો અને સગર્ભા માતાઓના પોષણ તથા આરોગ્ય અંગે માહિતી અપાઈ હતી. વિવિધ પ્રવૃત્તિઓ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.






































