વડીયા તાલુકાના તોરી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિર(પુરૂષ)માં ૬રમો પાટોત્સવ યોજાયો હતો. શનિવારના રોજથી શરૂ થયેલ આ પાટોત્સવમાં શ્રી હરિ ચરિત્ર કથાના પ્રારંભ સમયે પોથી યાત્રા, અન્નકૂટની આરતીનો લાભ ભક્તોને મળેલ હતો. આ પ્રસંગે તરવડા ગુરૂકુળ, અમરાપુર સ્વામી,ગોંડલ સ્વામી, દ્વારીકા સ્વામી, તોરી લાલજી મંદિર, જેતપુર,અમરેલી, બગસરા, વિસાવદર અને વડિયાથી સ્વામિનારાયણ મંદિરના સંતો આર્શીવચન આપશે. કથાની પૂર્ણાહૂતિ તા.૬ને સોમવારના રોજ કરવામાં આવશે.










































