ઈરાને જાર્ડન પર મિસાઈલ હુમલો કર્યો, જેના કારણે મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધ્યો. જાર્ડનના બંદર શહેર અકાબામાં અચાનક મિસાઈલ ચેતવણીના સાયરન વાગ્યા. જાર્ડનના સૈન્યએ અહેવાલ આપ્યો કે તેણે ઈરાન દ્વારા હવામાં છોડવામાં આવેલી ચાર મિસાઈલોને તોડી પાડી, જ્યારે બે નિર્જન વિસ્તારોમાં પડી. અકાબા ઉપર ધુમાડાના ગોટા પણ જાવા મળ્યા, જેના વીડિયો નજીકના ઇઝરાયલી શહેર ઈલાતમાંથી બહાર આવ્યા. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં જણાવાયું છે કે ઈરાન પાસે હજુ પણ નોંધપાત્ર મિસાઈલ ક્ષમતા છે.આ હુમલો એવા સમયે થયો છે જ્યારે વચગાળાનો યુદ્ધવિરામ પહેલાથી જ તૂટી ગયો છે, અને નવા કરારની સંભાવનાઓ હાલમાં અસ્પષ્ટ છે. દરમિયાન, યુએસ સૈન્યએ અહેવાલ આપ્યો કે તેણે બુધવારે સતત ૧૧મી રાત્રે ઈરાની લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો. ઈરાની રાજધાની તેહરાનની આસપાસ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સક્રિય કરવામાં આવી હતી. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી, ૈંઇદ્ગછ અનુસાર, બુશેહર, પૂર્વ અઝરબૈજાન, હમાદાન, હોર્મોઝગન, ખુઝેસ્તાન અને સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતોમાં પણ વિસ્ફોટ થયા હતા. અમેરિકાએ જણાવ્યું હતું કે હુમલાઓમાં એરક્રાફ્ટ હેંગર અને ડ્રોન સ્ટોરેજ સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી.
એક દિવસ પહેલા, ઈરાને હોર્મોઝ સ્ટ્રેટમાં એક ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો, જેના કારણે જહાજના ક્રૂને તે છોડી દેવાની ફરજ પડી. ઈરાને પણ આ ક્ષેત્રમાં યુએસ સાથી દેશો પર બહેરીન, જાર્ડન અને કુવૈતને નિશાન બનાવીને હુમલા ચાલુ રાખ્યા હતા. આ હુમલાઓ પહેલા, ઈરાનના ગૃહમંત્રી એસ્કંદર મોમેની પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી ભૂમિકા ભજવી રહ્યું છે અને રાજદ્વારી ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. જા કે, યુદ્ધનો અંત લાવવા માટે કયા પ્રકારનો નવો કરાર થઈ શકે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
દરમિયાન, ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં જણાવાયું છે કે યુએસ અને ઇઝરાયલી હુમલાઓના અઠવાડિયા છતાં, ઈરાન પાસે હજુ પણ નોંધપાત્ર સંખ્યામાં બેલિસ્તિક મિસાઈલો અને ડ્રોન છે. આ સનસનાટીભર્યા અહેવાલ મુજબ, તાજેતરના હુમલાઓ સૂચવે છે કે ઈરાને તેના શ† કાર્યક્રમના કેટલાક ભાગોને ફરીથી સક્રિય કર્યા છે અને તે અમેરિકા અને તેના સાથીઓ માટે ખતરો છે. સતત બોમ્બમારો છતાં, ઈરાને કેટલીક ભૂગર્ભ ટનલના પ્રવેશદ્વાર ફરીથી ખોલ્યા છે, તેમના તરફ જતા રસ્તાઓનું સમારકામ કર્યું છે અને કેટલાક ઠેકાણાઓ પરથી મિસાઈલ કામગીરી ફરી શરૂ કરી છે.
લશ્કરી નિષ્ણાતોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે જાર્ડનમાં મુવફ્ફક સાલ્ટી એર બેઝ પર તાજેતરમાં થયેલ હુમલો, જેમાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, તે ઈરાનની સૌથી અદ્યતન મધ્યમ-અંતરની ખૈબર શિકાન બેલિસ્તિક મિસાઈલથી કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ મિસાઈલ આ વર્ષના માર્ચ અને એપ્રિલમાં ભૂગર્ભ સ્થાપનો પરના હુમલા દરમિયાન અમેરિકા અને ઇઝરાયલ દ્વારા નિશાન બનાવવામાં આવેલી શ† પ્રણાલીઓમાંની એક હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈરાનની લશ્કરી ક્ષમતાઓ સંપૂર્ણપણે નાશ પામી નથી અને તે અમેરિકા માટે એક મહત્વપૂર્ણ પડકાર છે.