રાજુલાના ભેરાઈ ગામેથી એક સગીરાનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. સગીરાના પિતાએ ગોવિંદ ઉર્ફે નનકુડીયો દડુભાઇ નાનજીભાઇ સાંખટ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તેમની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો.






































