અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ત્રણ પ્યાસી ઝડપી પાડ્યા હતા. વંડા, સાવરકુંડલા અને નીંગાળા-૧ માંથી એક-એક મળી કુલ ત્રણ ઈસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. તમામ સામે પ્રોહિબિશન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.






































