લીલીયા મોટા ખાતે આનંદ મંગલ સેવા સમિતિ દ્વારા અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી (શ્રી મહાપ્રભુજી) નો ૫૪૯ માં પ્રાગટ્ય દિન ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારના ૧૦ કલાકે નંદ મહોત્સવ, બપોરના ૩ કલાકે વર્ણાગી, સાંજના ૬ કલાકે ઉમિયા મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં લીલીયા, ગોઢાવદર, પુંજાપાદર સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સફળ બનાવવા આનંદ મંગલ ઉત્સવ સેવા સમિતિના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.