લીલીયા મોટા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તા. ૨૨ ઓક્ટોબરના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એલઆઈસી તથા અમર ટ્રેક્ટર, અમરેલી સહિતની કંપનીઓએ ભાગ લીધો હતો. ભરતી મેળામાં ૮૦થી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી આશરે ૨૫ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂ. ૧૦ હજારથી રૂ. ૨૫ હજાર સુધીના પગાર સાથે રોજગારી મેળવવાની તક મળી હતી.







































