જનતા દળ યુનાઈટેડ (JDU)એ બિહારના રાજકારણમાં મોટો નિર્ણય લેતાં દંગલબાજ ધારાસભ્ય અનંત સિંહ સામે આકરી શિસ્તભંગની કાર્યવાહી કરી છે. પક્ષે તેમને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરીને તેમનું પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દીધું છે.
પક્ષ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર અનુસાર, અનંત સિંહ સતત પક્ષના નિર્દેશોનું અનાદર કરી રહ્યા હતા, ટોચના નેતૃત્વ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હતા અને તાજેતરમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં પક્ષના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ કામ કરીને વિરોધી પક્ષના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા હતા. આ શિસ્તભંગ બદલ તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
પક્ષે બિહાર વિધાનસભાના અધ્યક્ષને બંધારણની ૧૦મી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદા) હેઠળ અનંત સિંહનું વિધાનસભા સભ્યપદ પણ રદ કરવા ભલામણ કરી છે. આ જ પત્રમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેવા બદલ પૂર્વ ધારાસભ્ય નીલમ દેવીનું પણ પ્રાથમિક સભ્યપદ રદ કરીને તેમને ૬ વર્ષ માટે જેડીયુમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.





































