લીલીયાની સરકારી વિનયન અને વાણિજ્ય કાલેજમાં ઝ્રઉડ્ઢઝ્ર, સમાજશાસ્ત્ર વિભાગ અને એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષા, લિંગભેદ અને કાર્યસ્થળે થતી જાતીય સતામણી જેવા વિષયો પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. મુખ્ય વક્તા તરીકે બાબરા કાલેજના અધ્યાપક ડા. રાધિકાબેને મહિલા અધિકારો, સ્ત્રી-પુરુષ સમાનતા અને કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને પોતાના અધિકારો પ્રત્યે
જાગૃત રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કાલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડે પ્રાસંગિક સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ડા. વિરાજબેન રાઠોડ, ડા. મહેશ ગઢીયા, ડા. પ્રદીપ બલોલીયા તથા એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરે પણ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.