આર.એસ.એસ.નું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. રાષ્ટ્રમાં કુદરતી આપત્તિ આવે ત્યારે સ્વયંસેવકો કાદવ, કિચડ કે જાનની પરવા કર્યા વગર સેવાકીય કાર્ય કરે છે. સંઘના મતે રાષ્ટ્ર પ્રથમ છે. સ્વામી વિવેકાનંદના આદર્શો અને હેડગેવારજીના રાષ્ટ્રસેવાના પ્રકલ્પોને જનજન સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય સંઘ કરી રહયુ છે. ‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’, આ વિચારધારાને સમગ્ર રાષ્ટ્રમાં સ્થાપિત કરવા માટે સંઘ ભગીરથ પ્રયાસ કરે છે.
દેશમાં જ્યારે પણ કોઈ કુદરતી સંકટ અથવા બાહ્ય સંકટ આવે ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મદદ માટે સંઘ કાર્ય કરતું હોય છે. વર્ષ ૧૯૨૫માં ફક્ત ૨૬ સ્વયંસેવકોથી સંઘની શરૂઆત થઈ. ઇજીજીના સ્વયંસેવકો છે. સતત સો વર્ષથી “નમસ્તે સદા વત્સલે માતૃભૂમે” કહીને દેશસેવામાં પોતાનું જીવન ન્યોછાવર કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એકમાત્ર ઉદ્દેશ હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ તથા હિંદુ સમાજનું સંરક્ષણ કરી હિંદુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ કરવાનો છે… જેમાં એ મહદ્ અંશે સફળ પણ થયું છે… રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના મહારાષ્ટ્રના નાગપુર ખાતે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૨૫ના રોજ વિજયાદશમીના (દશેરા) દિવસે થઈ હતી. ઇજીજી ની સ્થાપના ડા. કેશવ બળિરામ હેડગેવાર દ્વારા કરવામાં કરવામાં આવેલ. વિજયાદશમીના દિવસે સંઘ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવે છે.
ડા. કેશવ બળિરામ હેડગેવાર ૧૮૮૯-૧૯૪૦ દરમ્યાન રાષ્ટ્રીય કાંગ્રેસના સક્રિય કાર્યકર હતા. વર્ષ ૧૯૨૫-૩૭ દરમ્યાનના સમયમાં તેઓ કાંગ્રેસની નેતાગીરી હેઠળ દેશની આઝાદી માટે જેટલા આંદોલનો થયેલા તે બધામાં તેમણે સક્રિય ભાગ ભજવેલો અને કારાવાસ પણ સહન કરેલો, આ ઉપરાંત સંગઠન સાથે સંકળાયેલા હેડગેવાર જેવા ઘણા કાર્યકરોએ રાષ્ટ્રીય કાંગ્રેસની ચળવળોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું; જેમાં ૧૯૩૦નો મીઠાનો સત્યાગ્રહ, ૧૯૩૧-૩૨માં અસહકારનું આંદોલન, વગેરેનો સમાવેશ થતો હતો. ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનમાં પણ આ સંગઠનના કેટલાક કાર્યકરોએ વ્યક્તિગત ધોરણે ભાગ લીધો હતો.
૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મહાત્મા ગાંધીની હત્યા થઈ.ગાંધીની હત્યાનું કાવતરૂ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘડવામાં આવ્યું અથવા સંઘની સામેલગીરીના આરોપમાં ફેબ્રુઆરી ૧૯૪૮માં ઇજીજી પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આખા દેશમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આશરે ૧૭,૦૦૦ સ્વયંસેવકોની ધરપકડ કરવામાં આવી. સંગઠન પર મૂકવામાં આવેલા પ્રતિબંધની વિરૂધ્ધમાં ૯મી ડિસેમ્બર, ૧૯૪૮ના રોજથી આખા દેશમાં સંઘ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવ્યો, જેમાં ૧૬ વર્ષના યુવાઓથી ૭૫ વર્ષની વયના આશરે ૬૦,૦૦૦ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને ધરપકડ વહોરી હતી. જેના લીધે આખરે ૧૧મી જુલાઈ, ૧૯૪૯ના રોજ સરકાર દ્વારા સંગઠન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.
વર્ષ ૧૯૨૫માં સંઘની સ્થાપના થયા પછીના ઘણા દાયકા સુધી તેનું બિનરાજકીય સ્વરૂપ અકબંધ રહ્યું હતું. જોકે વ્યક્તિગત ધોરણે તેના કેટલાક કાર્યકરો હિંદુ મહાસભા અને જનસંઘ જેવા જમણેરી હિંદુત્વવાદી રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નોંધપાત્ર બાબત એ છે કે તેના સ્થાપનાકાળથી માનવસર્જિત અને કુદરતી આફતોના સમયમાં સામૂહિક રીતે ખંત અને નિષ્ઠાથી રાહતકાર્યમાં ભાગ લીધો છે. સંઘની દેશભક્તિ અને દેશ પ્રત્યેની નિષ્ઠાને કારણે સંઘના પ્રખર વિરોધી કાંગ્રેસ સરકારના સમયમાં નહેરુજીના આમંત્રણ રૂપે ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લીધેલો, ઇન્દિરા ગાંધીના સમયમાં સંઘની દેશભક્તિને બિરદાવતી ટપાલ ટિકિટ પણ છાપવામાં આવેલી.
સંઘની દેશ પ્રત્યે આટલી પ્રબળ ભાવના હોવા છતાં, આપણાં દેશમાં એને યોગ્ય સન્માન મળ્યું નથી… ક્યારેય, પ્રાંતવાદ કે જાતિવાદમાં ન માનનારા સંઘને હંમેશા શકની દ્રષ્ટિએ જોવામાં આવે છે. જ્યારે હકીકતમાં આજની તારીખમાં પણ સંઘ કોઈપણ જાતના ભેદભાવ વગર પોતાના લાખો સ્વયંસેવકો સાથે દેશસેવા માટે હંમેશા તૈયાર છે.
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ગુજરાતના કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપને ભલા કોઈ ગુજરાતી ભૂલી શકે ખરા?? ભૂકંપ વખતે સરકારી મદદ મળે એની પહેલા સંઘના સ્વયંસેવકો રાહતકાર્ય માટે પહોંચી ગયેલા..!! એવી જ રીતે ૧૯૭૯માં સૌરાષ્ટ્રના મોરબી નગરમાં મચ્છુ બંધ તૂટવાથી સર્જાયેલ ભયંકર હોનારતમાં પણ સંઘના કાર્યકરો મદદ કરવામાં અગ્રેસર હતા. આઝાદી પછી તુરંત જ ૧૯૪૭માં પાકિસ્તાને જ્યારે કાશ્મીર પર આક્રમણ કર્યું હતું, ત્યારે આ સંગઠનના સ્વયંસેવકોએ રાતદિવસ પરિશ્રમ કરીને શ્રીનગરના હવાઈ મથકનું સમારકામ કર્યું હતું અને જેને કારણે જ ભારતીય સૈનિકો ત્યાં ઉતરાણ કરી શક્યા હતા. ગોવા મુક્તિસંગ્રામમાં પણ સંઘની ભૂમિકા અજોડ હતી.
સંઘ એક શિસ્તબદ્ધ સંઘટન છે. જેની શાખાઓ સપૂર્ણ દેશમાં છે. એના દ્વારા યુવાઓને દેશભક્તિ શીખવવામાં આવે છે. એ ઉપરાંત સંઘ દેશભરમાં અનેક ઉપક્રમો ચલાવે છે… વિદેશોમાં પણ સંઘની શાખાઓ જે તે દેશના કાનૂન
આભાર – નિહારીકા રવિયા મુજબ ચાલે છે. જેના લાખો સ્વયંસેવકો વિશ્વભરમાં છે. સંઘ ભલે રાજકીય પક્ષ નથી પણ એની એક રાજકીય પાંખ ભારતીય જનતા પાર્ટી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશને અટલબિહારી બાજપેયી અને નરેન્દ્રભાઇ મોદી જેવા મહાન પ્રધાનમંત્રી અને અનેક વિચારકો આપ્યા છે. રાજકારણ પોતાની જગ્યાએ પણ સંઘની દેશભક્તિ અને નિષ્ઠા સમય સમય પર દેશની જનતા અનુભવતી આવી છે. સમાજના દરેક વર્ગે સંકટના સમયે સંઘની ઉપયોગિતા અનુભવી છે. સંઘ માટે લખીએ એટલું ઓછું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક વિચારધારા છે. સદા માતૃભૂમિને સમર્પિત એવા સંઘને તા.૦૨/૧૦/૨૦૨૫ના વિજયાદશમીએ સો વર્ષ થયા છે. એ દિવસે સંઘના મંચ પર દેશ દુનિયાના અનેક મહાનુભાવોએ પોતાના વિચાર મૂક્યા. જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશના માતુશ્રી પણ હાજર હતા… “નમસ્તે સદા વત્સલે માતૃભૂમે” કહીને દેશ માટે પોતાની જાતને સમર્પિત કરનારા લાખો કરોડો લોકોના દિલમાં રાજ કરતા સંઘને સતાયુષી વર્ષની કોટી-કોટી શુભેચ્છાઓ.
પૂજ્ય મોહન ભાગવતજીના નેતૃત્વમાં સંઘ વિશ્વ ફલક સુધી સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિનો સંદેશ લઈને કાર્ય કરી રહ્યું છે ત્યારે રાષ્ટ્રભક્તિના ગુણો કેળવવા માટે સંઘ શ્રેષ્ઠ માર્ગ છે. વંદે માતરમ.. ભારત માતાકી જય.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨











































