નીટ પેપર લીક અંગે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે અને પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે નીટ પુનઃપરીક્ષા સંપૂર્ણપણે સુરક્ષિત રહે તે માટે એક નવી રણનીતિ વિકસાવી છે. ભારતીય વાયુસેના આ પ્રયાસમાં સામેલ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીટ પુનઃપરીક્ષાના પેપરો વિમાન દ્વારા વિવિધ શહેરોમાં લઈ જવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેના ૨૧ જૂને યોજાનારી પુનઃપરીક્ષા માટે પ્રશ્નપત્રોના પરિવહનમાં સામેલ થઈ શકે છે. સરકાર ગૃહ મંત્રાલય, રાજ્ય પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને સંપૂર્ણ સરકારી અભિગમ હેઠળ પરીક્ષા સુરક્ષા મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. અહેવાલો અનુસાર,નીટ પ્રશ્નપત્રોને પ્રિન્ટિંગ પ્રેસથી સીધા ઉચ્ચ-સુરક્ષાવાળા સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાનું આયોજન છે. લીકને રોકવા માટે બહુ-સ્તરીય સુરક્ષા પ્રણાલી લાગુ કરવામાં આવશે, જેમાં ડિજિટલ મોનિટરિંગ,જીપીએસ ટ્રેકિંગ અને તમામ સ્તરે સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખનો સમાવેશ થાય છે. સરકારનો ઉદ્દેશ્ય દ્ગઈઈ્ પેપર લીકની કોઈપણ શંકાને સંપૂર્ણપણે દૂર કરવાનો અને ઉમેદવારોનો વિશ્વાસ પાછો મેળવવાનો છે.
આ દરમિયાન, સુપ્રીમ કોર્ટ નીટ પેપર લીક કેસની પણ સુનાવણી કરી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનું છે. આશરે ૨૩ લાખ ઉમેદવારો અને તેમના માતા-પિતા આ કેસ પર નજર રાખી રહ્યા છે. દરમિયાન, વિપક્ષ પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્ન ઉઠાવી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકાર દોષિતો સામે શક્્ય તેટલી કડક કાર્યવાહી કરવાનું વચન આપી રહી છે. વધુમાં, ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે વ્યાપક સુધારા લાગુ કરવામાં આવશે.










































