આઈપીએલ ૨૦૨૬ માં, દિલ્હી કેપિટલ્સ સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે એવી સિદ્ધિ હાંસલ કરી જે આઈપીએલના ઇતિહાસમાં વિશ્વના કોઈ પણ બેટ્સમેન ક્યારેય મેળવી શક્યો નથી. રાહુલે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ૭૦મી મેચમાં વિસ્ફોટક બેટિંગ કરીને ઇતિહાસ રચ્યો. આ સિઝનમાં તેણે ૩૧ છક્કા ફટકાર્યા, ટીમ માટે એક નવો રેકોર્ડ બનાવ્યો, દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ અને ગ્લેન મેક્સવેલને પાછળ છોડી દીધા.
દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કરતા કેએલ રાહુલે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે માત્ર ૩૦ બોલમાં ૬૦ રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે પાંચ ચોક્કા અને ચાર શાનદાર છક્કા ફટકાર્યા. આ ચાર છક્કા સાથે, રાહુલે આઈપીએલ ૨૦૨૬ માં તેના છગ્ગાની સંખ્યા ૩૧ કરી. આ સાથે, રાહુલ આઈપીએલના ઇતિહાસમાં ત્રણ અલગ અલગ ટીમો માટે એક જ સિઝનમાં ૩૦ કે તેથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. કેએલ અગાઉ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે ૩૦ થી વધુનો આંકડો પહોંચી ચૂક્યો છે. હવે, રાહુલે દિલ્હી કેપિટલ્સ માટે આ સિદ્ધિ હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે.
ક્રિસ ગેલે ૨૦૦૯ અને ૨૦૨૧ વચ્ચે આરસીબી અને પંજાબ કિંગ્સ માટે ૩૦ થી વધુ છક્કા ફટકાર્યા હતા. ગ્લેન મેક્સવેલે પણ આરસીબી અને પંજાબ માટે આ સિદ્ધિ હાંસલ કરી હતી. જાકે, રાહુલ ત્રણ અલગ અલગ ટીમો માટે આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.આઇપીએલ ૨૦૨૬ માં ૩૧ છગ્ગા સાથે, રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે એક સિઝનમાં ૩૦ કે તેથી વધુ છગ્ગા ફટકારનાર બીજા બેટ્સમેન પણ બન્યો. તેના પહેલા ફક્ત ઋષભ પંતે જ આ સિદ્ધિ મેળવી હતી.
આઇપીએલમાં એક કરતા વધુ ટીમો માટે ૩૦ થી વધુ છક્કા ફટકારનારા ખેલાડીઓ
કે એલ રાહુલ – ૩ ટીમો (પીબીકેએસ,એલએસજી,ડીસી)
ક્રિસ ગેલ – ૨ ટીમો (આરસીબી અને પીબીકેએસ)
ગ્લેન મેક્સવેલ – ૨ ટીમો (આરસીબી અને પીબીકેએસ)












































