વડીયા ખાતે રાજ્ય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ સન્માનિત થયેલા માંડવડા પ્રાથમિક શાળાના શિક્ષક રઘુભાઈ ‘રમકડું’નું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ વિનાયક સ્કૂલના આચાર્ય હેમાલીબેન વ્યાસના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સમાજસેવક રાજેશભાઈ ચુડાસમાએ શાલ ઓઢાડી તેમનું અભિવાદન કરી સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ અને સમાજસેવામાં તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.








































