રાજુલા તાલુકા પ્રજાપતિ સંઘ શિક્ષણ સમિતિ દ્વારા સમસ્ત પ્રજાપતિ કુંભાર સમાજનો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ પ્રકાશભાઈ ટાંકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે અમૃતભાઈ આંબલીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ, વિવિધ દાતાઓ તથા ગોપાલ દાદા શાસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભુપતભાઈ પાંડવ દ્વારા કરવામાં આવ્યું હતું. લાઈવ પ્રસારણ માટે વાઘેલા આર્ટના મનસુખભાઈ વાઘેલા તેમજ સાઉન્ડ સેવા માટે શિવ સાઉન્ડનું ખાસ બહુમાન કરાયું હતું.








































