ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત આયોજિત અલખ યાત્રાનું તાજેતરમાં સફળતાપૂર્વક આયોજન થયું હતું. ભાદરવી સુદ બીજના દિવસે સાવરકુંડલા, અમરેલી, બગસરા, વિસાવદર, ચલાલા અને ધારી જેવા વિવિધ વિસ્તારોમાંથી આ યાત્રા નીકળી હતી. સતાધાર ખાતે, પૂજ્ય વિજયબાપુ અને સેવકગણ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે, ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતની અલખ યાત્રા સમિતિના સભ્યોનું વિજયબાપુ, ગણપતબાપુ અને રામદેવપીર આશ્રમ, ધારીના સંતો-મહંતો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ લક્ષ્મણબાપુની જગ્યામાં ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં ભીખુબાપુ અગ્રાવત, મોટાભાઈ સંવટ, દિલાવરભાઈ લલિયા, દિગંતભાઈ ભટ્ટ, ટીનુભાઈ લલિયા અને ભીખાભાઈ કાબરીયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.