રાજુલામાં જૂના રેલવે સ્ટેશન પાસેથી એક ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂની ૭ બોટલ ઝડપાઈ હતી. પોલીસે સુરત પાસિંગની કાર સહિત રૂ. ૭૫,૨૨૬નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લામાં અન્ય સ્થળોએથી ૨૩ લોકો પાસેથી દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે તાતણીયા ગામે એક રહેણાંક મકાનમાંથી ૧૦ લીટર દારૂ બનાવવાનો આથો પકડાયો હતો. જિલ્લામાં જુદી-જુદી જગ્યાએથી ૨૩ લોકો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































