અમેરિકાની ધરતી વધુ એક વાર ગુજરાતીની હત્યાથી લોહિયાળ બની છે. વિજાપુરના જંત્રાલ ગામની પાટીદાર દીકરી મેઘના પટેલની હત્યા થઈ છે. પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા મેઘના પટેલની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી. હુમલાખોરોએ ક્યાં કારણોસર ગોળી મારી તે હજુ સ્પષ્ટ થયું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુર તાલુકાની જંત્રાલ ગામની વતની મેઘના પટેલ પોતાના પરિવાર સાથે વર્ષોથી અમેરિકા સ્થાયી થઈ હતી. તેઓ સ્ટોરમાં ત્યારે એક હુમલાખોર ત્યાં આવ્યો હતો. આ અજાણ્યા શખ્સે તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોર ગોળી ચલાવીને ત્યાંથી ભાગી ગયો હતો. મેઘના પટેલને હુમલા બાદ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતું તેઓ બચી શક્યા ન હતા.
અમેરિકાના વર્જિનિયા સિટીમાં અજાણ્યા શખ્સે મેઘના પટેલ પર લૂંટના ઈરાદે ફાયરિગ કર્યું હતું. યુવતીના મોતના સમાચારથી જંત્રાલ અને જામળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મેઘના પટેલ ૧૦ વર્ષથી અમેરિકામાં સ્ટોરમાં નોકરી કરતા હતા. તેમના પિતા કરસનભાઈ પટેલ અને માતા કપિલાબેન પટેલ જંત્રાલ ગામમાં રહે છે. જ્યારે તેમના પતિ ઉંપેન્દ્રભાઈ પટે , તેમની પુત્રી નકશીબેન પટેલ , પુત્ર સ્મિત પટેલ હાલમાં અમેરિકા રહે છે. આ ઘટના બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ ઘટનાથી ફરી એકવાર અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. સતત વધી રહેલી ફાયરિંગની ઘટનાને પગલે ગુજરાતીઓ હવે ડરમાં જીવી રહ્યાં છે. ગુજરાતની દીકીર પર અચાનક થયેલા હુમલા બાદ સૌ કોઈ હચમચી ગયા છે. આ હુમલો લૂંટના ઈરાદે કરાયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ યુએસએ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને હુમલાખોરને પકડવા માટે વિશેષ ટીમ બનાવી છે, અને કામે લગાડી છે. તો આ ઘટનાને પગલે મહેસાણાના વિજાપુર ખાતે જંત્રાલ ગામે પણ શોક વ્યાપી ગયો છે.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા સ્પષ્ટતા કરાઈ કે કેટલાક એચ-૧ બીવિઝા ધારકો હવે અમેરિકામાં રહીને જ ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકશે. વિઝા ધારકો દેશની અંદરથી જ પોતાનું સ્ટેટસ બદલી શકશે, જેનાથી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં ફેલાયેલો ડર દૂર થશે. રાષ્ટ્રીય હિતમાં લેવાયો નિર્ણયઃ યુએસસીઆઇએસના પ્રવક્તા અનુસાર લાયક અરજદારોને દેશમાં જ રાખવાથી અમેરિકાને મોટો આર્થિક લાભ થઈ રહ્યો છે.







































