રાજસ્થળી પ્રાથમિક શાળામાં ૭૭મા પ્રજાસતાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. સરપંચ ગણપતભાઈ સેંજલીયા દ્વારા ધ્વજ વંદન કરાયા બાદ દીપ પ્રગટાવી બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ વર્ષમાં જન્મેલ ગામની દીકરીઓને અને ગામની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીને સર્ટીફીકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવેલ હતા.