રાજુલામાં મફતપરા શીતળામાતાજી મંદિર પાસેથી પોલીસે ચાર શકુનીને ઝડપી પાડ્યા હતા. પ્રકાશભાઈ વિનુભાઇ સોલંકી, નરેશભાઇ દેવજીભાઇ વાવડીયા, દાદુશા ગુલાબશા પઠાણ તથા મહમદભાઇ મુસ્તાકભાઇ ચાવડા જાહેર શેરીમાં ગંજીપતાના પાના વડે હારજીતનો તીનપતીનો જુગાર રમતા રોકડા રૂ.૧૦,૮૪૦ના મુદ્દામાલ સાથે
ઝડપાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. બાંભણીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































