બાબરાના કરિયાણા ગામેથી ૪ જુગારી રોકડા રૂ. ૧૦,૩૬૦ સાથે ઝડપાયા હતા.ભરતભાઈ (ઉર્ફેઅદુ) બાબુભાઈ ઝાપડીયા, વિપુલભાઈ સોમાભાઈ ઝાપડીયા, લાલજીભાઈ લવાભાઈ બકરાણીયા તથા રઘુભાઈ વીરજીભાઈ જમોડ કરિયાણા ગામની સીમ વિસ્તારમાં આવેલી ભરતભાઈ બાબુભાઈ ઝાપડીયાની વાડીએ સ્લેબવાળા મકાન પાછળ લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા હતા. બાબરા પોલીસે દરોડો પાડી આ ચારેય ઈસમોને રોકડા રૂ. ૧૦,૩૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.