બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે લાંબા સમયથી લોકોની જે મહત્વપૂર્ણ માંગ હતી તે આંતરિક માર્ગ સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ કરોડના ખર્ચે સુવિધાપથ (સી.સી. રોડ) મંજૂર કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે સ્થાનિક ધારાસભ્ય જનક તળાવીયાએ સતત રજૂઆત કરી હતી. ઇંગોરાળાના નાગરિકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓને વર્ષોથી ખરાબ માર્ગોના કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. જેના પરિણામે રાજ્ય સરકારે રૂ. ૧ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ સી.સી. રોડને મંજૂરી આપી છે. ઇંગોરાળા ગામે મંજૂર થયેલ આ સી.સી. રોડ ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.








































