બાબરા તાલુકાના અમરાપરા ગામે તાલુકા પંચાયતની અમરાપરા અને વાંડલીયા સીટના ભાજપ ઉમેદવાર અસ્મિતાબેન અજીતભાઈ ખોખરીયાના સમર્થનમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સભામાં ગામ તથા આસપાસના વિસ્તારો માથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચુંટણી માહોલ ગરમાયો હતો. સભામાં જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા વિશેષ ઉપસ્થિત રહયા હતા તેમણે પોતાના સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતો માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ અને ખેડૂતલક્ષી નીતીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.









































