બગસરામાં વૃધ્ધ પેન્શનરો અને વિધવા સહાય અંગેની ખરાઈ અંગે છેલ્લી તા.૩૦ મે આપવામાં આવી હતી જેથી આ સમયગાળો ટૂંકો હોવાથી પૂર્વ પાલિકા સદસ્ય કમલેશ જોષી(કકુ)એ આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, ૩૦ મે સુધીમાં રવિવાર અને બકરી ઈદની જાહેર રજા આવતી હોવાથી વૃધ્ધ પેન્શનરો અને વિધવા સહાય મેળવતા લાભાર્થીઓ પાસે ખુબ ઓછો સમય રહે છે. જેથી તમામ લાભાર્થીઓના હિતમાં આ મુદ્દત વધારવામાં આવે જેથી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ તાત્કાલિક આ બાબતે બગસરા મામલતદારને ટેલીફોનિક વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆતને આધારે મામલતદારે વૃધ્ધ પેન્શનરો અને વિધવા સહાયની ખરાઈ અંગેની મર્યાદા વધારી આગામી તા.૭ જૂન સુધી કરવામાં આવી છે. જેથી વૃધ્ધ અને વિધવા સહાયના લાભાર્થીઓએ કમલેશ જોષી અને અતુલ કાનાણીનો આભાર માન્યો હતો.








































