અમરેલીના વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પ લાઈન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ તુલસીશ્યામ તેમજ આસપાસના નેસડા, વાંકુની ધાર, વીર માંગડા વાળાની જગ્યા સહિત અનેક વિસ્તારોમાં જઈ મુંગા પક્ષીઓ માટે ચકલીના માળા અને પાણીના કુંડા બાંધી સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.કાળઝાળ ગરમીમાં નિરાધાર પક્ષીઓ અને મુંગા જીવો તરસ્યા ન રહે તેવા હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં દિવ્યરાજભાઈ, રોનકભાઈ, ગોવિંદભાઈ, રવીભાઈ, મેઘરાજભાઈ, ધનરાજભાઈ, શ્રીબેનબા, ધવલભાઈ, પૂજાબા પ્રશાંતભાઈ ચુડાસમા વગેરે જોડાયા હતા.










































