ઉના શહેરની ભક્તિનગર સોસાયટીમાં આવેલી શ્રીનાથજી હવેલી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. આ મંગલ પ્રસંગે હવેલીથી એક ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવો જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવ આગામી ૩૧મી તારીખ સુધી ચાલશે, જેમાં કથા વક્તા શાસ્ત્રી કેતન પેરાણી પોતાની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. તે દરરોજ બપોરે ૩ઃ૦૦ થી સાજના ૭ઃ૦૦ વાગ્યા સુધી ચાલશે.