ધોરાજી પંથકમાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મોંઘા બિયારણ અને ખાતરથી વાવેલા કપાસ, મગફળી, તલ, અડદ, મગ અને સોયાબીનના પાકને હાલ વરસાદની તાતી જરૂરિયાત છે. વરસાદના અભાવે કપાસમાં ફાલ ખરી રહ્યો છે, જ્યારે મગફળી અને કઠોળના પાક પીળા પડી સુકાવા લાગ્યા છે. જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક બચાવવા હવે પિયત માટે ડેમ, કેનાલ કે નર્મદાનું પાણી છોડવામાં આવે તેવી જરૂર છે. દરમિયાન ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી સરકારની વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી કૃત્રિમ વરસાદ માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે.