ધારી ઓધવજી દુર્લભજી સંઘવી પ્રવૃત્તિ કેન્દ્રમાં દર મહિને બે તદ્દન ફ્રી નેત્ર ઓપરેશન કેમ્પ કરવામાં આવે છે. આ ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં જીતુભાઈ સંઘરાજકા પરિવાર, બજરંગ ગ્રુપના પરેશભાઈ પટણી, ડા. બીપીનભાઈ અને અશ્વિનીભાઈ બોસમીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું ધારીના મૂકસેવક મુકેશભાઈ વરમોરાના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં કુલ ૪૨ દર્દીઓને ઓપરેશન માટે મોકલવામાં આવ્યા.