અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુક યુવાનો માટે ખુશખબરરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી ખાતે તા. ૨૫ જૂન, ૨૦૨૬ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની મુંદ્રા સોલાર પ્રા. લિ. (અદાણી સોલાર) દ્વારા મશીન ઓપરેટર, ટેકનિશિયન અને ટ્રેઇનીની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ધોરણ ૧૦, ધોરણ ૧૨, ગ્રેજ્યુએટ તેમજ આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડના પાસઆઉટ ઉમેદવારો અરજી કરી શકશે.
પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. ૧૬,૬૪૫ થી ૧૮,૬૪૦ સુધીનો પગાર મળશે. ઉમેદવારોએ આધાર કાર્ડ અને શૈક્ષણિક પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.






































