રાજુલા તાલુકાના પીપાવાવ ખાતે આવેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્ટેશનની અંદર મેચ બિલ્ડિંગમાં કર્મચારી જવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં કોસ્ટગાર્ડ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો હતો.
મૃતક કર્મચારીની ઓળખ ધાર્મિક શાંતિલાલ કોટડીયા ઉંમર ૨૮ વર્ષ, રહેવાસી જૂનાગઢ તરીકે થઈ છે. તેઓ કોસ્ટગાર્ડમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પીપાવાવ મરીન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કર્મચારીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.








































