સાવરકુંડલા ઘટક-૧ના બારશેરી આંગણવાડી કેન્દ્ર કોડ નં. ૩૦ ખાતે આંગણ મિલન સેવા અભિયાન અંતર્ગત ભવ્ય આંગણોત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોના પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ અંગે વાલીઓને માહિતી આપવામાં આવી હતી. મેનૂ, ્‌ૐઇ તથા વિવિધ રમકડાંનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સી.ડી.પી. ઓ. શરીફાબેન ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલા મોરચાના હિરલબેન ચુડાસમા, કાઉન્સિલર અસ્મિતાબેન મૈસુરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓના પોષણ અંગે માર્ગદર્શન અપાયું હતું. સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કર બહેનોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન મિતલબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું.