આમોદ્રા વિનય મંદિર ખાતે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અંતર્ગત શાળા સ્તરીય TLM પ્રદર્શન યોજાયું હતું. ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓએ બે-બેની જોડી બનાવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ વિષયોના શૈક્ષણિક સાધનો અને ર્વકિંગ મોડેલ તૈયાર કર્યા હતા. વિજ્ઞાનમાં માનવ શ્વસનતંત્ર, જળચક્ર, જ્વાળામુખી અને પૃથ્વીની આંતરિક રચનાના મોડેલ રજૂ કરાયા હતા. ગણિત, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અને સમાજશાસ્ત્રના વિવિધ મોડેલોએ પણ આકર્ષણ જમાવ્યું હતું. નકામી વસ્તુઓમાંથી ઓછા ખર્ચે તૈયાર કરાયેલા સાધનો દ્વારા વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું.









































